૨ થી ૧૦ વર્ષના બાળકોના માતા-પિતા, એમના શિક્ષકો અને બાળકોમાં રસ લેનારાં આપ સહુને સાદર પ્રણામ 🙏 તમે ઈશ્વરની સાથે બનાવટ કરી શકશો પણ પોતાના બાળક સાથે નહીં. કેમ કે, ખુદ ભગવાનને જ્યારે ઈશ્વરનું સપનું આવ્યું હશે ત્યારે તેમણે બાળકોનું સર્જન કર્યું હશે એટલું તો નક્કી છે. છેલ્લાં ચારેક મહિનાથી બાળકોના મન-હૃદયને ફળદ્રૂપ કરવા, બાળવાર્તાઓના માધ્યમથી એમના ભવિષ્યને એક તંદુરસ્ત આકાર(FRAMING FUTURE LIFE WITH TALES) આપવાના આશયથી બાળકોને વાર્તા કહેવાની આ પ્રવૃત્તિ આરંભી હતી. જે હવે, ગુજરાત અને ગુજરાત બહાર વસનારાં ગુજરાતી બાળકો માટે 'વાર્તા કહેવાના અભિયાન'નું રૂપ લઈ રહી છે તેનો આનંદ છે. આપ સહુના અને નિર્દોષ બાળકોના સચ્ચાઈ ભરેલા પ્રતિભાવ આ કામ માટે એક હૂંફ અને પ્રેરણા આપે છે. છેલ્લાં ઘણાં સમયથી ઘણાં બાળકોના વાલીઓ, કેટલાંક શિક્ષકો બાળઉછેરને લગતાં પ્રશ્નો, એમની મૂંઝવણો જુદાં જુદાં સ્વરૂપે 'હું છું વાર્તા કહેનારો'ને પૂછી રહ્યાં હતા. બાળકોના વાલીઓને આ મૂંઝવણ કે એમના પ્રશ્નોને કેવી રીતે ઓછાં કરી શકાય !!? - આ વૈચારિક ગડમથલને અંતે નાના બાળકોના વાલીઓ માટે હવે 'હું છું વાર્તા કહેનાર